બિહાર અને છત્તીસગઢમાં પણ એપિડેમિક એક્ટ 1857 હેઠળ મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરાઈ
Live TV
-
બ્લેક ફંગસની સારવાર માટે એન્ટિ ફંગલ ડ્રગ્સ ના પુરવઠા માટે સતત પ્રયત્નો ચાલુ, તો બીજી તરફ કોરોનાને લઈને ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને તમિલનાડુમાં કરફ્યુની સમય મર્યાદામાં કરાયો વધારો
દેશમાં હાલ કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ બિમારીને મહામારી જાહેર કરી રહ્યા છે. આ સાથે બિહાર, છત્તિસગઢ અને ઉતરાખંડ રાજ્યોએ પણ આ બિમારીને હવે મહામારી જાહેર કરી છે. તેમને મળીને અત્યારસુધીમાં કુલ 14 રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.
ત્યારે કેન્દ્ર સરકારે પણ કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસ બિમારીની ઝડપથી ઓળખીને જરુરી ઉપાય કરવા માટે નિર્દેશ કર્યો છે. મ્યુકરમાઈકોસિસ સામે લડવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને એમ્ફોટેરિસિન-B ના 23 હજાર 689 વાયલ્સની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 5 હજાર 800 વાયલ્સ ગુજરાત રાજ્યને ફાળવવામાં આવ્યા છે.
આ બિમારી સંદર્ભે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ વિસ્તારથી સમીક્ષા કરી હતી. બ્લેક ફંગસ અંગે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બ્લેક ફંગસની દવા બનાવવા માટે વધુ 5 કંપનીઓને કહેવામાં આવ્યું છે જે આગામી સમયમાં 1 લાખ 11 હજારથી વધુ ડોઝ તૈયાર કરશે. આ સાથે ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મિર સરકારે આંશિક કર્ફ્યુ 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
