એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ IFFIનો ગોવા ખાતે પ્રારંભ થયો
Live TV
-
એશિયાના સૌથી જૂના અને સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ IFFI એટલે કે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો ગઈ કાલે ગોવામાં પ્રારંભ થયો હતો.
એશિયાના સૌથી જૂના અને સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ IFFI એટલે કે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો ગઈ કાલે ગોવામાં પ્રારંભ થયો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે 51મા IFFI મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ સાથે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે NFDC ફિલ્મ બજારનો પણ શુભારંભ કરાવ્યો હતો.. આ મહોત્સવના માધ્યમથી મહાન ફિલ્મ નિર્માતા સત્યજિત રેને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.. કેન્દ્રિય મંત્રીએ આ પ્રસંગે બે પુરસ્કારની ઘોષણા કરી હતી.. આ સાથે ઈન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યરના પુરસ્કાર માટે વિશ્વજિત ચેટરજીના નામની અને ઈટાલીના વિટોરિયો સ્ટોરારોને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ સમગ્ર મહોત્સવનું આયોજન હાઈબ્રીડ મોડમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહોત્સવમાં કુલ બસ્સો ચોવીસ ફિલ્મ પ્રદર્શિત કરાશે.
