Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કર્ણાટક પ્રવાસનો બીજો દિવસ

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે તેઓ બાગલકોટ જિલ્લામાં એથનોલ પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કરશે

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે તેઓ બાગલકોટ જિલ્લામાં એથનોલ પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કરશે.. ત્યારબાદ આજે બેલગાવીમાં KLE  હોસ્પિટલમાં એડવાન્સ સ્ટિમ્યુલેશન સેન્ટરનુ પણ  ઉદ્ઘાટન કરશે, અને એક જનસભાને સંબોધિત પણ કરશે.. આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી B.S. યેદિયુરપ્પા પણ હાજર રહેશે.. ગઇ કાલે પહેલા દિવસે તેમણે સિમોગા જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સની એક નવી બટાલિયન પરિસરની આધારશીલા રાખી હતી.. બેલગાવીમાં કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોલિસ આધુનિકીકરણ પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે.. તેમના નેતૃત્વમાં કાયદો અને વ્યવ્સ્થાને મજબુત કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામા આવી હતી.. ગૃહમંત્રીએ  બેંગલુરુમાં ઈમરજંસી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમની શરૂઆત પણ કરી હતી.. આ ઉપરાંત પોલિસ ગૃહ યોજના 2020 અંતર્ગત પોલિસ આવાસોનુ પણ ઉદ્ઘાટન કર્યુ હતુ..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply