કેન્દ્રીય નાણાંમંત્રીની આગામી બજેટ વર્ષ 2021-22ના સંદર્ભે બેઠક
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે આગામી બજેટ 2021-22ના સંદર્ભે બેઠકની અધ્યક્ષતા કરશે. ભાજપા સરકારના બીજા કાર્યકાળ પછી આ ત્રીજુ બજેટ હશે જે લગભગ આગામી 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી રજુ કરશે. આ પહેલા ડિસેમ્બરમા નાણામંત્રીએ આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ, ઊર્જા અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો સાથે 11મી બજેટ બેઠક યોજી હતી. નાણામંત્રી હાલમાં વિવિધ હિતધારકો પાસેથી બજેટ સૂચનો લઈ રહ્યા છે. કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત દેશના અર્થતંત્રમાં આગામી સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જે નોધપાત્ર બની રહેશે.
