ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટે રેલવે તૈયાર: પિયુષ ગોયલ
Live TV
-
ભારતિય રેલવેએ આજે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ઓક્સીજન એકસપ્રેસ શરુ કરાશે. આ બાબતની જાણકારી કેન્દ્રિય મંત્રી પીયુસ ગોએલે ટવીટ દ્વારા આપી છે.
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઓક્સજન અને વેન્ટીલેટરની ડિમાન્ડ પણ સતત વધી રહી છે. તો કેટલાક સ્થળોએ ઓક્સીજનની અછત સર્જાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે ભારતિય રેલવેએ આજે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ઓક્સીજન એકસપ્રેસ શરુ કરાશે. આ બાબતની જાણકારી કેન્દ્રિય મંત્રી પીયુસ ગોએલે ટવીટ દ્વારા આપી છે. ઓક્સીજન એક્સપ્રેસમાં ઓક્સીજનના કન્ટેનર્સ સીધાજ નિયત સ્થાને મોકવામાં આવશે. અને આ માટે ગ્રીન કોરીડોર પણ તેયાર કરાશે જેનાથી દેશમાં ઓક્સીજનની અછતનો મુદ્દો ઘણે અંશે દુર થશે.
