ભારતીય દવાઓની નિકાસમાં ગત વર્ષ કરતાં 18 ટકા જેટલો વધારો નોંધાયો
Live TV
-
ચાલુ વર્ષે ભારતીય દવાઓની નિકાસમાં ગત વર્ષ કરતાં 18 ટકા જેટલો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે 124.4 અબજ ડોલરની કિંમતની દવાઓની નિકાસ થઇ છે. ઔષધ નિકાસ પ્રોત્સાહન સમિતિનાં આંકડા મુજબ ભારતીય કંપનીઓએ સૌથી વધુ 34 ટકા જેટલી દવાઓની નિકાસ ઉત્તર અમેરિકામાં કરાઇ છે. નિકાસ દરમાં સૌથી મોટો 30 ટકા વધારો કેનેડામાં થયો છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાનાં નિકાસ દરમાં 28 ટકા, અમેરિકામાં 12.6 તથા મેક્સીકોમાં 21.4 ટકા વૃધ્ધિ નોંધાઇ છે.
