IFFCO વિવિધ હોસ્પિટલમાં પહોંચાડશે વિનામૂલ્યે ઓક્સિજન
Live TV
-
દેશમાં ઓક્સિજનની સમસ્યાને જોતા IFFCO (Indian Farmers Fertiliser Cooperative) ગુજરાતનાં કલોલમાં આવેલા પ્લાન્ટમાં 200 ક્યૂબિક મીટર પ્રતિકલાકની ક્ષમતાવાળા ઓક્સિજન સયંત્ર લગાવશે અને અહીંથી ઉત્પાદિત થતો ઓક્સિજન વિવિધ હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. IFFCO નાં પ્રબંધ નિર્દેશક અને CEO યુ.એસ.અવસ્થીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમને કહ્યું કે, હોસ્પિટલોમાં આ ઓક્સિજન નિશુલ્ક આપવામાં આવશે. IFFCO ઓક્સિજન સિલેન્ડરને કોઈ પણ ચાર્જ વગર ભરી આપશે પરંતુ હોસ્પિટલોએ ખાલી સિલેન્ડર લાવવો પડશે. દરેક ઓક્સિજન સિલેન્ડર 46.7 લીટરનો હશે.
