પ્રધાનમંત્રીએ વારાણસીમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોવિડનાં વેવ સામે લડવા માટે સરકારની સાથે સાથે સમાજનો સહયોગ પણ જરૂરી છે ત્યારે બે ગજની દૂરી અને માસ્ક જરૂરીનું સૂત્ર સૌએ અમલમાં મૂકવું જોઇએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે વારાણસીમાં કોરોનાની સ્થિતિની વર્ચ્યૂઅલી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને તબીબો હાજર રહ્યા હતા. બેઠકમાં વારાણસીમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તંત્ર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે વારાણસીનાં લોકોની પડખે ઉભું છે સાથે જ કહ્યું હતું કે દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી બાબતનો અમલ કરવો અનિવાર્ય છે. તેમજ તેમણે તંત્રને સૂચના આપી હતી કે વારાણસીમાં 45 વર્ષથી ઉપરનાં તમામ લોકો રસી લે એ બાબત માટે તંત્ર જાગૃત રહે. પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.
