22 એપ્રિલથી માત્ર 9 ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ કરી શકાશે ઓક્સિજનનો ઉપયોગ
Live TV
-
દેશમાં કોરોનાની હાલતને નિયંત્રીત કરવા માટે સરકાર ઝડપી પગલા ભરી રહી છે. રાજ્યમાં મેડીકલ ઓક્સિજન તેમજ દવાની ઉપલબ્ધી વધારવા કેન્દ્ર સરકારે મોટા નિર્ણયો કર્યા છે. હવે 22 એપ્રિલથી 9 ઔદ્યોગીક એકમોને છોડી તમામ ઓક્સિજનનો ઉપયોગ મેડિકલ વપરાશમાં લઈ શકાશે. દરેક રાજ્યોમાં સાર્વજનીક આરોગ્ય સુવિધામાં 162 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની સ્વીકૃતિ આપી છે. તેનાથી 154.19 મેટ્રીક ટન મેડિકલ ઓક્સિજનની ક્ષમતામાં વધારો થશે. મંજુર કરાયેલા 162 પીએસએ પ્લાન્ટોમાંથી 33 અગાઉથી શરૂ થઇ ગયા છે. જેમાં મધ્યપ્રદેશમાં 5, હિમાચલમાં 4, ચંદીગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં ત્રણ-ત્રણ અને બિહાર, કર્ણાટક, તેલંગાણામાં બે-બે, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કેરલ, મહારાષ્ટ્ર, પોંડેચેરી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં એક-એક પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ ઉપરાંત એપ્રિલનાં અંત સુધીમાં વધુ 59 પ્લાન્ટ શરૂ થશે. જ્યારે મે માસનાં અંત સુધીમાં વધુ 80 પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન છે.
