Skip to main content
Settings Settings for Dark

દેશમાં ફક્ત 92 દિવસમાં 12 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી

Live TV

X
  • ભારતમાં અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોવિડની રસીનાં 12 કરોડથી વધુ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 25 લાખ 65 હજારથી વધુ કોવિડની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    ભારતમાં અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોવિડની રસીનાં 12 કરોડથી વધુ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 25 લાખ 65 હજારથી વધુ કોવિડની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના વધુ બે લાખ 61 હજાર 500 કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 47 લાખ 88 હજારને પાર થઇ ગઇ છે.   હાલમાં  સક્રિય કેસોની સંખ્યા 18  લાખથી વધુ છે. વીતેલા 24 કલાકમાં 1 લાખ 38 હજાર 423 દર્દી ઓ , સારવાર લઇને સાજા થયા છે. રીકવરી રેટ  86.62 ટકા નોંધાયો છે. જયારે મૃત્યુદર 1.20 ટકા રહ્યો છે. વીતેલા 24 કલાક દરમિયાન , વધુ 1 હજાર 501 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. દેશમાં  તમામ રાજ્ય સરકારો ,, કોરોનાનો સામનો કરવા , પોતપોતાની કક્ષાએ કામ કરી રહી છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply