દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.47 કરોડને પાર
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના વધુ બે લાખ 61 હજાર 500 કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 47 લાખ 88 હજારને પાર થઇ ગઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 18 લાખથી વધુ છે. વીતેલા 24 કલાકમાં 1 લાખ 38 હજાર 423 દર્દી ઓ , સારવાર લઇને સાજા થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના વધુ બે લાખ 61 હજાર 500 કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 47 લાખ 88 હજારને પાર થઇ ગઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 18 લાખથી વધુ છે. વીતેલા 24 કલાકમાં 1 લાખ 38 હજાર 423 દર્દી ઓ , સારવાર લઇને સાજા થયા છે. રીકવરી રેટ 86.62 ટકા નોંધાયો છે. જયારે મૃત્યુદર 1.20 ટકા રહ્યો છે. વીતેલા 24 કલાક દરમિયાન , વધુ 1 હજાર 501 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. દેશમાં તમામ રાજ્ય સરકારો ,, કોરોનાનો સામનો કરવા , પોતપોતાની કક્ષાએ કામ કરી રહી છે. રાજધાની દિલ્હીમાં કોરોનાને અંકુશમાં લેવા વિક એન્ડ કરફ્યુ અમલી છે. કરફ્યુ દરમિયાન માત્ર આવશ્યક ચીજવસ્તુ પુરી પાડતા કર્મચારીઓની જ , મુવમેન્ટ જોવા મળી હતી. ઉત્તરપ્રદેશમાં સંક્રમણને રોકવા ,, આજે લોકડાઉન અમલી રહેશે. લખનઉ, વારાણસી, કાનપુર, અને ગાઝિયાબાદ સહિત 10 શહેરોમાં, રાત્રિ સમયનો કરફ્યુ અમલમાં છે.... છત્તીસગઢમાં પણ કોરોનાના વધી રહેલા કેસોને જોતાં , રાયપુર જિલ્લાને 26 એપ્રિલ સુધી , કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં , કોરોનાના કેર વચ્ચે , કરફ્યુની મુદત , પાંચ દિવસ માટે વધારવામાં આવી છે.... તો દેશભરમાં 12 કરોડ 57 લાખથી વધુ લોકોનું , રસીકરણ કરાયું છે.
