ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા 7,900 ટન પ્રવાહી તબીબી ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવ્યો
Live TV
-
ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા 20 દિવસમાં 7,900 ટન પ્રવાહી તબીબી ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવ્યો
છેલ્લા 20 દિવસમાં રેલ્વે વિવિધ રાજ્યોમાં સાત હજાર 900 ટન પ્રવાહી તબીબી ઓક્સિજનનો સપ્લાય કર્યો છે. રેલવે મંત્રાલયે માહિતી આપી હતી કે, ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દરરોજ આશરે 800 ટન પ્રવાહી ઓક્સિજન દેશના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. અત્યાર સુધીમાં, 130 ઓક્સિજન ટ્રેનોએ તેમની મુસાફરી પૂર્ણ કરી છે અને વિવિધ રાજ્યોમાં રાહત આપી છે.
રેલવે દ્વારા અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશને બે હજાર 210 ટન, મધ્યપ્રદેશને 408 ટન, દિલ્હીને બે હજાર 934 ટન, હરિયાણાને એક હજાર 228 ટન, તેલંગાણાને 308 ટન, રાજસ્થાનને 72 ટન, કર્ણાટકને 120 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન પૂરૂ પાડવામાં આવ્યું છે. પ્રવાહી ઓક્સિજન ઉત્તરાખંડ અને તમિલનાડુ પહોંચાડવામાં આવ્યું છે અને 80-80 ટન પહોંચાડવામાં આવ્યું છે.
