પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચક્રવાત તૌકતે વિશે યોજશે બેઠક
Live TV
-
આગામી 24 કલાકમાં ચક્રવાત વધુ તોફાની બને તેવી હવામાન વિભાગની આગાહી, મંગળવાર સુધી ચક્રવાત તૌકતે ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવનારા 24 કલાકમાં તૌકતે વાવાઝોડું અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તન પામશે. આગામી મંગળવાર સવાર સુધીમાં આ ચક્રવાતી તોફાન ગુજરાતના દરિયા કિનારે પહોંચે એવી શક્યતાઓ છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તૌકતે વાવાઝોડાની તૈયારીઓને લઇને એક સમીક્ષા બેઠક કરશે. આ બેઠક સરકાર અને એનડીએમએના મુખ્ય અધિકારીઓ સાથે યોજાશે.
