કોરોના સામેની લડાઈમાં દેશનું રસીકરણ અભિયાન મોરચે
Live TV
-
દેશમાં કુલ 18 કરોડ 04 લાખથી પણ વધુ લોકોને અપાઈ કોરોના વિરોધી રસી
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સામેની લડાઈમાં દેશનું રસીકરણ અભિયાન મોરચે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી હાંસલ કરી છે. હાલની પરિસ્થતીએ દેશમાં આશરે 18 કરોડ 04 લાખથી પણ વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જયારે રસીકરણ અભિયાનમાં છેલ્લા 24 કલાકમાં જ 11 લાખ 03 હજારથી પણ વધુ લોકોનું રસીકરણ કરાયું છે.
તાજેતરમાં જ શરુ થયેલા 18 વર્ષથી વધુ વય ધરાવતા લોકોના રસીકરણમાં પણ સારો પ્રતિભાવ જોવા મળ્યો છે. કોરોના મહામારી ઉપર નિયંત્રણ લાવવા ગામડાઓમાં ટેસ્ટિંગ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
આવા કપરા સમયમાં સારા સમાચાર એ આવ્યા છે કે, ભારત બાયોટેકની વેક્સીનને નિષ્ણાતોની પેનલ દ્વારા બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી મળી ગઇ છે. જયારે સરકારે કોરોનાથી સાજા થનારા દર્દીઓને આગામી છ મહિના સુધી રસી ન લેવા સૂચના આપી છે. રાષ્ટ્રીય રસીકરણ તકનીકી સલાહકાર જૂથ દ્વારા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના અંતરને 12 અઠવાડિયાથી વધારીને 16 અઠવાડિયા કરવા મંજૂરી આપી દીધી છે, જો કે કોવેક્સિન રસીના બે ડોઝ વચ્ચેના અંતરમાં કોઇ નવી જાહેરાત કરવામાં આવી નથી.
