Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ દેશમાં કોરોનાની સાંપ્રત સ્થિતિ અને રસીકરણ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોનાની સાંપ્રત સ્થિતિ અને રસીકરણ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આજે દેશમાં કોરોનાની સાંપ્રત સ્થિતિ અને રસીકરણ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સ્થાનીય કન્ટેન્મેન્ટની રણનીતિ અમલ કરવી એ વર્તમાન સમયની માંગ છે. આ સાથે પ્રધાનમંત્રીએ વધારે પોઝિટિવિટી રેટ ધરાવતા ક્ષેત્રોમાં ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો. તો પ્રધાનમંત્રીએ ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા વિવિધ સૂચનો કર્યા હતા. જે અંતર્ગત પ્રધાનમંત્રીએ ગ્રામ્ય સ્તરે આરોગ્ય સંશાધનો વધારવા સાથે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓને સશક્ત બનાવવા તેમજ ઓક્સિજનનો યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતું. તો આ સાથે  પ્રધાનમંત્રીએ દેશમાં આરોગ્ય કર્મીઓને વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણોના સંચાલન માટે પ્રશિક્ષિત કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. આ સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન આજે ચાર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. જેમાં કોરોના વેક્સિન અને તેની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે. જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ભાગ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply