ઓછા ખર્ચે પુનનિર્માણની પ્રક્રિયા પણ વિકાસશીલ દેશો માટે પડકારરૂપ : નાણામંત્રી
Live TV
-
નવી દિલ્હીમાં સાર્વજનિક ખરીદી અને સ્પર્ધાત્મક કાયદા અંગે આયોજીત એક રાષ્ટ્રિય સંમેલનને સંબોધિત કર્યુ.
નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ભારતીય પ્રતિસ્પર્ધા પંચના પ્રયાસથી પક્ષપાતી હરાજી, રાજકિય લાગવગ જેવા દૂષણો દૂર થઈ ગયા છે. જેટલી નવી દિલ્હીમાં સાર્વજનિક ખરીદી અને સ્પર્ધાત્મક કાયદા અંગે આયોજીત એક રાષ્ટ્રિય સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતા. જેટલીએ જણાવ્યું કે બજારના અલગ-અલગ સંચાલક હોવાથી ગ્રાહકોની હિતની સુરક્ષા નિશ્ચિત કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓછા ખર્ચે પુનનિર્માણની પ્રક્રિયા પણ વિકાસશીલ દેશો માટે પડકારરૂપ છે. જેટલીએ જણાવ્યું કે વધુ સ્પર્ધાના કારણે ક્યારેક કંપ પર પણ ક્વોલિટી જાળવવાનું પણ દબાણ વધું રહેતું હોય છે.
