ઓડિશાની સરકારનો કેન્દ્રને ન મળ્યો સહકાર, PM મોદીનું સંબોધન
Live TV
-
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર અભિયાનમાં લાગી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી આજે બિહારમાં પણ ચૂંટણી સભાને સંબોધશે.
પ્રધાનમંત્રીએ ઓડિશાની કાલાહાંડીમાં જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કાલાહાંડીમાં જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે, ઓડિશામાં 8 લાખ ગરીબ પરિવારને પોતાનું ઘર મળ્યું છે. તેમણે ઓડિશાની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેન્દ્રને ઓડિસા સરકારનો સહકાર ન મળ્યો હોવા છતાં અમે કામ કર્યાં છે.
ઉપરાંત આજે પ્રધાનમંત્રી બિહારના જમુઇ, ગયામાં પણ સભાને સંબોધશે. બંને બેઠકો પર 11 એપ્રિલે મતદાન થવાનું છે.
