ઓડિસામાં બીજેડીએ નવ સીટો માટે ઉમેદવાર જાહેર કર્યા
Live TV
-
પાર્ટીએ વિધાનસભાની 54 સીટો માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરી
ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતાદળે ગઇકાલે લોકસભાની નવ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કાલાહાંડી, નબરંગ પુર, બ્રહ્મા પુર, બારગઢ, અસકા, કંધ માલ, બોલાં ગીર, કોરા પુટ અને સુન્દર ગઢનો સમાવેશ થાય છે. પાર્ટીએ વિધાનસભાની 54 સીટો માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. હાલમાં જ બી.જે.ડી.માં સામેલ થયેલા , કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાબા કિશોર દાસને તેમની જુની સીટ ઝાર- સુગુદાથી ટિકિટ આપવામાં આવશે. લીસ્ટમાં કેટલાક નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
