યુપીમાં કોંગ્રેસ ગેરસમજ પેદા ન કરે-માયાવતી
Live TV
-
ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસ સાથે તે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી કરી રહ્યા
બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ કોંગ્રેસને જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં તે સાત લોકસભા સીટો વિશે ગેરસમજ પેદા ન કરે જેને કોંગ્રેસે બસપા -સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધન માટે છોડી હતી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં , માયાવતીએ સ્પષ્ટતા સાથે બસપાનો નિર્ણય ફરી જણાવ્યો કે, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસ સાથે તે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી કરી રહ્યા. માયાવતીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ, ઉત્તર પ્રદેશમાં લોકસભાની તમામ 80 સીટો માટે પોતાના ઉમેદવાર ઉભા કરવા માટે , સ્વતંત્ર છે, સમાજવાદી પાર્ટી-બહુજન સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠ બંધન બી.જે.પી. સાથે મુકાબલો કરવા સક્ષમ છે. તો વિવિધ રાજકિય પક્ષોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી
