ઓડિસા ફોની વાવાઝોડા બાદ ચાલી રહેલા રાહત કાર્ય બાદ જિંદગી સામાન્ય થઈ
Live TV
-
ઓડિસા ફોની વાવાઝોડા બાદ ચાલી રહેલા રાહત કાર્ય બાદ જિંદગી સામાન્ય થઈ રહી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજળી અને પાણીની વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
ઓડિસા ફોની વાવાઝોડા બાદ ચાલી રહેલા રાહત કાર્ય બાદ જિંદગી સામાન્ય થઈ રહી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજળી અને પાણીની વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે આરોગ્ય અને બેંકિંગ વ્યવસ્થા ઉપર સરકારનું ફોક્સ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસમાં તમામ ગેર સરકારી સંસ્થા સહયોગ કરી રહી છે. ફોની પ્રભાવિત પૂરી જિલ્લામાં વીજળી પુનઃ સ્થાપિત કરવા ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગઈકાલે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહને પત્ર લખીને કેન્દ્રિય સહાયતાના કેટલાંક નિયમોમાં છૂટ આપવાની માંગ કરી છે. સરકારે વાવાઝોડાના પગલે 12 હજાર કરોડના નુકસાનનું મૂલ્યાંકન કર્યું છે.
