ઓબીસી પંચને બંધારણિય દરજ્જો આપવા સંબંધિત બિલ લોકસભામાં પાસ
Live TV
-
સરકાર તરફથી આ બિલમાં કેટલાંક સંશોધન કરી સરકારે તેને ફરી એક વખત રજુ કર્યું છે.
રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણિય દરજ્જો આપવા માટેનું 123મું બંધારણીય સંશોધન બિલ લોકસભામાં પસાર થયું છે. સરકાર તરફથી આ બિલમાં કેટલાક સંશોધનો કરવામાં આવ્યા છે, જેમાં મહિલા સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્યોના અધિકારોના હસ્તક્ષેપ અંગે વિપક્ષ દ્વારા રજુ કરાયેલી શંકાને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. સરકાર તરફથી આ બિલમાં કેટલાંક સંશોધન કરી સરકારે તેને ફરી એક વખત રજુ કર્યું છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં કહ્યુ કે બુધવારે કેન્દ્રીય કેબિનેટમાં નવા SC/ST બિલને મંજૂરી આપી છે અને સરકાર આ સત્રમાં પસાર કરવા માગે છે. અગાઉ સંસદમાં કોગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ સરકારને દલિતોની સુરક્ષાને મજબુત કરવા માટે વર્તમાન સત્રમાં નવુ બિલ લાવવાની અને પસાર કરવાની માગ કરી છે.
