ઓમ બિડલા લોકસભાના અધ્યક્ષ પદ માટે NDAના ઉમેદવાર
Live TV
-
વિપક્ષે આ પદ માટે હજુ કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી
ભાજપના બે વખત ચૂંટાયેલ સાંસદ ઓમ બિડલા લોકસભાના અધ્યક્ષ પદ માટે NDAના ઉમેદવાર બનશે. રાજસ્થાનના કોટા-બુંદી સંસદીય બેઠક ઉપર જીત મેળવનાર બિડલા ઉમેદવારી કરશે ત્યારે સરળતાથી અધ્યક્ષ બની શકશે કેમ કે ગૃહમાં NDA પાસે સ્પષ્ટ બહુમતી છે. વિપક્ષે આ પદ માટે હજુ કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. બિડલા રાજસ્થાનથી ત્રણવાર ધારાસભ્ય અને બે વાર સાંસદ તરીકે ચૂંટાયા છે.
