ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારની વધુ એક કડક કાર્યવાહી
Live TV
-
કર વિભાગના કમિશનર કક્ષાના 15 અધિકારીઓને ફરજિયાત કરાયા નિવૃત્ત
ભ્રષ્ટાચાર નાથવા સરકાર કટિબદ્ધ છે ત્યારે સરકારે મોટું પગલું ભરતા ભ્રષ્ટાચારી અધિકારીઓને સેવા નિવૃત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કર અને કસ્ટમ બોર્ડ સીબીઆઇસીના (CBIC) 15 અધિકારીઓને અનિવાર્ય સેવાનિવૃતિ આપવામાં આવશે. આ એવા અધિકારીઓ છે જેમની પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. સીબીઆઇસીના 15 અધિકારીઓને સેવા નિવૃત કરવાનો નિર્ણય FR 56 હેઠળ લેવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં કમિશ્નરથી માંડીને ડેપ્યુટી કમિશ્નર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
