પ્રયાગરાજની વિશેષ અદાલતનો અયોધ્યા વિસ્ફોટ મામલે આદેશ
Live TV
-
રામ જન્મભૂમિ પરિસરમાં થયેલા વિસ્ફોટ મામલે આપ્યો આદેશ
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજની વિશેષ અદાલતે, અયોધ્યામાં પાંચ જુલાઈ 2005ના રોજ, રામ જન્મભૂમિ પરિસરમાં થયેલા વિસ્ફોટ મામલામાં , આજે ચાર આરોપીઓ આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ન્યાયાલયે એક આરોપી મોહમ્મદ અઝીઝને નિર્દોષ છોડી દીધો હતો. વિશેષ ન્યાયાધીશ દિનેશ ચંદ્રાએ પ્રયાગરાજ સ્થિત નૈની કેન્દ્રીય જેલમાં આ આદેશ સંભળાવ્યો હતો. આ કિસ્સામાં ડૉ. ઈરફાન, આશિક ઇકબાલ ઉર્ફે ફારુક, શકીલ અહમદ, મોહમ્મદ નસીમ અને મોહમ્મદ અઝીઝ વિરુદ્ધ અદાલતી કાર્યવાહી કરવામાં આવી હતી. અદાલતે દોષીઓને 20-20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
