ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે બેઠક યોજાઈ
Live TV
-
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં નવા સભ્યોને ભાજપમાં કેવી રીતે જોડી શકાય તેવા વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિત પ્રદેશ મહામંત્રીઓ તેમજ પ્રદેશ ઉપાદ્યક્ષ સહિત જિલ્લા તેમજ મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
