ઓરિસ્સામાં છેલ્લાા ત્રણ દિવસથી ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી
Live TV
-
ઓરિસ્સામાં છેલ્લા 3 દિવસથી થઇ રહેલા વરસાદથી બૈતરણી, સુવર્ણરેખા, જલકા અને મહાનદીનું જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી વધી રહી છે. ધણા ગામો સાથે સંમ્પર્ક તુટી ગયો છે અને હજારો હેકટર પાક નાશ પામ્યો છે.
ઓરિસ્સામાં છેલ્લા 3 દિવસથી થઇ રહેલા વરસાદથી બૈતરણી, સુવર્ણરેખા, જલકા અને મહાનદીનું જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી વધી રહી છે. ધણા ગામો સાથે સંમ્પર્ક તુટી ગયો છે અને હજારો હેકટર પાક નાશ પામ્યો છે. ભદ્રક જિલ્લામાં આવેલી વૈતરણી નદીમાં આવેલ પુર થી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભંડારી પોખરીની 8 પંચાયત ધામનગરની 7 પંચાયત પુરના પાણીમાં આવી ગયા છે. એનડીઆરએફની ટીમે રાહત-બચાવનું કામ શરૂ કર્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતના ધણા ભાગો માટે ચેતવણી જાહેર કરી છે. પૂર્વી મધ્યપ્રદેશમાં આજે શુક્રવારે ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેધાલય, ગુજરાત, કોકણ, ગોવા અને તેલંગાણામાં અલગ અલગ સ્થાનો ઉપર ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે રાજયના પૂર્વના 4 જિલ્લામાં ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. દિલ્હીની યમુના નદીમાં જળસ્તરમાં વધારો થયો છે. અરબસાગરમાં 45 થી 55 કિમી ઝડપથી પવન ફુકાય રહ્યો છે. માછીમારોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
