Skip to main content
Settings Settings for Dark

ઓરિસ્સામાં ભારે વરસાદ, આગામી ચાર દિવસ વરસાદની આગાહી

Live TV

X
  • ઓરિસ્સામાં થયેલ ભારે વરસાદ અને સબંધીત બનાવોમાં પાંચ લોકોના મોત થયા છે. રાજયના વિશેષ રાહત કમિશનર પ્રદિપ જીનાએ જણાવ્યું હતું કે રાજયના બારગઢ, ધુમાપાડા, જાતપુર, બાલેશ્વર અને ભદ્રક માં ભારે વરસાદ પડવાથી અને પાણીના વહેણમાં વહી જવાથી પાંચ લોકોના મોત થયા છે.

    ઓરિસ્સામાં થયેલ ભારે વરસાદ અને સબંધીત બનાવોમાં પાંચ લોકોના મોત થયા છે. રાજયના વિશેષ રાહત કમિશનર પ્રદિપ જીનાએ જણાવ્યું હતું કે રાજયના બારગઢ, ધુમાપાડા, જાતપુર, બાલેશ્વર અને ભદ્રક માં ભારે વરસાદ પડવાથી અને પાણીના વહેણમાં વહી જવાથી પાંચ લોકોના મોત થયા છે. આ અગાઉ મયુરભંજ,કેઉનજાર, સુંદરગઢમાં સાત લોકોના અગાઉ મોત થયા હતાં. જ્યારે બારગઢ,મયુરભંજ,ના બે લોકો લાપત્તા છે. ઓરિસ્સાના કેટલાક વિસ્તારમાં ગુરૂવારે ભારે વરસાદના પગલે પુરની સ્થીતિ ઉભી થઇ હતી. વરસાદના પગલે મુખ્યનદીઓનું જળસ્તર વધી ગયું છે. વરસાદના કારણે હીરાકુંડ બંધમાં પાણી વધી રહ્યું છે. જેના પગલે ડેમના 24 દરવાજા ખોલાયો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ મધ્ય અને ઉત્તર ભારતમાં અતીભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે. દેશના ધણા રાજ્યો પુરની સ્થીતિનો સામનો કરી રહ્યાં છે. બિહારમાં પુરની સ્થીતિમાં સુધારો થયો છે. જોકે 16 જિલ્લા હજુ પણ પુરગ્રસ્ત છે. પાણી ઉતરતા લોકો પોતાના ગામ જઇ રહ્યાં છે. NDRF અને SDRF ની 21 ટીમ રાહત બચાવનું કામ કરી રહી છે. ધણી ગ્રામ પંચાયતને પોતાના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન માટે ધન ફાળવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક નેપાળ અને બિહારના પુરગ્રસ્ત વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ જ્યારે ગંડકના પુરગ્રસ્ત ક્ષેત્રમાં એક અથવા બે સ્થળે ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પુરની સ્થીતિમાં સામાન્ય સુધારો થયો છે. હાલમાં રાજ્યમાં 18 જિલ્લા પ્રભાવીત છે. પશ્રિમી ઉત્તર પ્રદેશમાં ગત 24 કલાકમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ થયો હતો. આસામમાં પુરની સ્થીતિનો સર્વે કર્યા બાદ 6 સભ્યોની કેન્દ્રીય ટીમ દિલ્હી પરત ફરી છે. ટીમે 3 દિવસના પ્રવાસમાં 7 અસરગ્રસ્ત જિલ્લામાં નુકશાનનું મુલ્યાંકન કર્યું હતું. તેઓ ગૃહમંત્રાલયને એક વિસ્તૃત એહવાલ સુપ્રત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply