ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવી સંવેદના
Live TV
-
કુદરતી આપત્તિથી પ્રભાવિત લોકોને તમામ પ્રકારની મદદ માટે લંબાવ્યો હાથ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે , જાનમાલને થયેલા ભારે નુકસાનને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે ટેલિફોનિક વાતચીતમાં , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , ઓસ્ટ્રેલિયા અને ત્યાંના લોકોને સહયોગ આપવાની વાત કરી. મહત્વનું છે કે આગના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને , 13 જાન્યુઆરીથી શરૂ થનારી પોતાની ચાર દિવસીય યાત્રા , રદ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગને લઈને , બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના બચાવ કાર્ય દળે કહ્યું , કે પાણી અને ડિઝલનો પુરવઠો પહોંચાડી શકાય , અને લોકોને બચાવી શકાય તે માટે , પાંચ સૈન્ય હેલિકોપ્ટર અને નૌકા દળના બે જહાજોને, ફાયર બ્રિગેડની મદદ માટે , દક્ષિણ તટ પર રાખવામાં આવ્યા છે. એક જહાજ વિક્ટોરિયાના તટીય શહેર , મલ્લાકુટ્ટામાં બચાવ કાર્ય માટે રવાના થયું હતું. ત્યાં લગભગ ચાર હજાર લોકો ફસાયેલા છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે , અત્યાર સુધી એક કરોડ એકર જમીન , નાશ પામી છે , અને એક હજારથી વધુ ઘરોનો પણ , વિનાશ થયો છે.
