Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન / કોટાની જે.કે.લોન હોસ્પિટલમાં 104 બાળકોના મોત

Live TV

X
  • બાળકોના મોત મામલે તપાસ કરવા માટે એક કેન્દ્રીય ટીમ મોકલાઈ છે

    રાજસ્થાનમાં કોટાની જે.કે લોન હોસ્પિટલમાં , બાળકોના મોત મામલે તપાસ કરવા માટે , એક કેન્દ્રીય દળ મોકલવામાં આવ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે , આ મામલે ગહન અધ્યયન , અને તત્કાળ ઉપાય કરવા માટે , આ દળમાં વિશેષજ્ઞ ડોક્ટર શામેલ કર્યા છે. આ ઉચ્ચ સ્તરીય દળમાં , એમ્સ જોધપુર , અને જયપુર સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રીય નિર્દેશાલયના, વિશેષજ્ઞ શામેલ છે. રાજસ્થાનના મંત્રી રધુ શર્મા , અને પ્રતાપ સિંહ ખાચરિયાવાસ , ગઈકાલે હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા. પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં, જે.કે લોન હોસ્પિટલમાં મરનારાની સંખ્યા , વધીને 104 થઈ ગઈ છે. કેન્દ્ર તરફથી આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ , રાજસ્થાન સરકારને પુરી મદદનો ભરોસો આપ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply