શ્રીનગરના કવદારામાં CRPFના જવાનો પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો
Live TV
-
કવદારા વિસ્તાર જૂના શ્રીનગરમાં આવે છે, જ્યાં હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં કોઈ જવાન ઘાયલ થયા નથી, પરંતુ ઘણા વાહનોને નુકશાન પહોંચ્યું છે.
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના કવદારા વિસ્તારમાં શનિવારે સીઆરપીએફના કેમ્પ પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ હુમલામાં હજુ સુધી કોઈના ઘાયલ થયાના કે હાનિ થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
જમ્મુ કાશ્મીરના જ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે શુક્રવારે બારુદી સુરંગમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
