પાકિસ્તાનઃ નનકા સાહિબ ગુરુદ્વારામાં તોડફોડ મામલે ભારતે ચિંતા વ્યક્ત કરી
Live TV
-
શીખ સમાજના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનને તત્કાલ પગલા લેવા કરી તાકીદ.
ભારતે પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલી તોડફોડ પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત પવિત્ર સ્થાનના વિનાશ અને અપવિત્રતાના આ કૃત્યની આકરી નિંદા કરે છે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના શીખ સમાજના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે. મંત્રાલયે એ પણ કહ્યું કે તોડફોડ કરનારા અસામાજીક તત્વો વિરુદ્ધ , તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
