Skip to main content
Settings Settings for Dark

કતાર દેશનો મોટો નિર્ણય, OPEC માંથી બહાર થશે કતાર

Live TV

X
  • કતાર દેશે ગઇકાલે, મોટો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું ,કે તે જાન્યુઆરી 2019 થી પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન, - ઑપેકમાંથી નીકળી જશે. જોકે તે આ સપ્તાહે, આ સંગઠનની બેઠકમાં ,જરૂર ભાગ લેશે. કતારના ઊર્જા પ્રધાન, સાદ-અલ-કાબીએ, આ નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેમનો દેશ, હવે ગેસ ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપશે, તેથી પેટ્રોલિયમ ઉત્પાદકોનું આ સંગઠન, છોડવા નિર્ણય કર્યો છે. તે ઑપેકની રચનાના એક વર્ષ પછી જ, 1961થી ,તેનો સભ્ય બની ગયો હતો. તે પહેલો એવો સભ્ય દેશ છે ,જેણે આ સંગઠનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, સાઉદી અરેબિયા, યુએઇ, બહરીન અને ઈજિપ્ત જેવા પડોશી દેશો સાથે ,તેના રાજદ્વારી સંબંધો ,સતત બગડતા જઈ રહ્યા છે. આ દેશોએ ત્રાસવાદનું સમર્થન કરવાના આક્ષેપોને કારણે, કતાર સાથે, ગત વર્ષે ,જૂનથી જ વેપાર અને આવાગમન જેવી ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે કતારનું કહેવું છે ,કે તેણે આ નિર્ણય કોઈ રાજકીય દબાણમાં નથી લીધો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply