ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની યાદમાં સ્મૃતિ સિક્કો બહાર પડાયો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન એનેક્સીમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો
રાજ નીતિમાં આદર્શ અને મૂલ્યોને જીવિત રાખવાનું માર્ગદર્શન આપી જનારા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો 25 ડિસેમ્બરે જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન એનેક્સીમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિ મંત્રી મહેશ શર્મા, સુમિત્રા મહાજન, અરૂણ જેટલી સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રાસંગિક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયી આપણી વચ્ચે નથી પરંતુ તેઓ એક કદાવર નેતા હતા અને સમાજનાં બધા જ વર્ગો તેમનો આદર કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી એક એવા રાજનેતા હતા જેમણે મૂલ્યનિષ્ઠ રાજકારણના બીજ વાવ્યા અને તેને હંમેશા પોતાના આદર્શથી સિંચતા રહ્યાં. આ અવસરે તેમણે અટલ બિહારી વાજપેયીની કેટલીક કાવ્ય પંકિત પણ યાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીની જન્મ જ્યંતિ સુશાસન દિવસના રૂપે ઉજવવામાં આવશે.
