Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ પરિયોજનાઓ કરી રાષ્ટ્રને સર્મપિત

Live TV

X
  • ઓડિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવેનેશ્વરના I.I.T.ના નવા કેમ્પસ તેમજ E.S.I.C. હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં આજે 14,500 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ વિધિ કર્યાં હતા. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાને પૂર્વ તેમજ દક્ષિણ એશિયાનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સૌના સાથ અને સૌના વિકાસને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઓડિશા પૂર્વ ભારતનું પેટ્રોલિયમ હબ બનવા જઈ રહ્યું છે. ઓડિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવેનેશ્વરના I.I.T.ના નવા કેમ્પસ તેમજ E.S.I.C. હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વિકાસ યોજનાઓના પ્રારંભે ઓડિશાવાસીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. તો ઘોરદા જિલ્લામાં બ્રિટિશ સરકારની સામે થયેલા પાઇકા ક્રાંતિની સ્મૃતિમાં સ્મારક પાઇકા ટપાલ ટિકીટ અને પાઇકા સિક્કાનું પણ લોકાર્પણ કર્યું હતું. તો બોકારો - અંગુલ પાઇપ લાઇન તેમજ પારાદ્વીપ- હૈદરાબાદ પાઇપ લાઇન યોજનાનો પણ શિલાન્યાસ કર્યો હતો. સાથે જ તેમણે ઓડિશાના ખોર્ઘામાં બીજેપીની રેલીને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ઓડિશામાંથી ભ્રષ્ટાચારના દાનવને નાથવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply