સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ
Live TV
-
કેવડિયા કોલોનીમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરાતા હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો હેલિકોપ્ટર દ્રારા નિહાળી શકાશે
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે દેશભર માંથી પ્રવાસીઓ આવી રહ્યાં છે ત્યારે ગુજરાત ટૂરિઝમ દ્વારા ખાસ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. કેવડિયા કોલોનીમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરાતા હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો હેલિકોપ્ટર દ્રારા નિહાળી શકાશે. ગુજરાત ટૂરિઝમ વિભાગે દિલ્લીની એક કંપનીને હેલિકોપ્ટર સેવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. પ્રવાસીઓ 2900 રૂપિયામાં હેલિકોપ્ટર દ્વારા 10 મિનિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને ટેન્ટ સિટિનું વિહંગ દર્શન કરી શકશે. દર સોમવારે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે. ટૂરિઝમ વિભાગના સચિવ S.J. હૈદરે જણાવ્યું કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે પ્રવાસીઓને તમામ સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
