Skip to main content
Settings Settings for Dark

કરતારપુર કોરિડોરની બેઠકને લઈને ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે અટારી બોર્ડર પર થઈ વાર્તા

Live TV

X
  • આ બેઠકમાં કોરિડોરની સુવિધાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ગુરુનાનક દેવજીનો 550મો જન્મ જ્યંતિ સમારોહ શરૂ થતાં પહેલાં ઓક્ટોબર સુધી કોરિડોરનું કામ પૂર્ણ કરવામાં આવશે.

    ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને આજે મહત્વની બેઠક યોજાઈ હતી. વાઘા સીમા પર યોજાયેલી આ બીજી બેઠકમાં કરતારપુર કોરિડોર અને તેની સાથે જોડાયેલી ટેકનિકલ બાબતો પર ચર્ચા થઇ હતી. ભારતે સુરક્ષા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓને પણ ઉઠાવ્યા હતા. આ બેઠક મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ એસપીએલ દાસે જણાવ્યું હતું કે, ભારતે શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સલામતીની માંગ કરી છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. યાત્રા માટે રોજના 5000 શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવી છે અને કોઈ ખાસ પ્રસંગે 10 હજાર શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે ભારતમાં ડેરા બાબા નાનક યાત્રી ટર્મિનલ પરિસરનું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ કામ 2019માં ગુરુ નાનક દેવજીની 550મી જ્યંતિ પહેલાં એટલે કે 31 ઓક્ટોબર પહેલાં પુરુ કરવાની યોજના છે. આ 15 એકરમાં બની રહ્યું છે. આ કોરિડોર શીખ શ્રદ્ધાળુઓને ગુરુદાસ પુર જિલ્લામાં આવેલ ડેરા બાબા નાનક સાહિબથી લઈને પાકિસ્તાનના કરતારપુરમાં આવેલ ગુરુદ્વારા બાબા નાનક સાહેબ સુધી પહોંચવા માટે વધારે સરળ બનાવશે. બેઠક વિશે ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ એસ પી એલ દાસે વિગતો આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply