કરોડો ભારતીયોની ઐતિહાસિક ક્ષણ, ઇસરોએ "ચંદ્રયાન-2"નું કર્યુ સફળ પરિક્ષણ
Live TV
-
સમગ્ર દેશની નજર આજે ચંદ્રયાન-2 મિશન પર રહેલી હતી. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આજે બપોરે 2 વાગ્યે અને 43 મિનિટે જીએસએલવી માર્ક - 3 MI રોકેટ દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યું હતું.
સમગ્ર દેશની નજર આજે ચંદ્રયાન-2 મિશન પર રહેલી હતી. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આજે બપોરે 2 વાગ્યે અને 43 મિનિટે જીએસએલવી માર્ક - 3 MI રોકેટ દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યું હતું. 640 ટન ભાર લઈ જવામાં સક્ષમ આ રોકેટ ચંદ્રયાન-2 ને પૃથ્વીની વલયાકાર કક્ષામાં લઈ જવામાં આવ્યું હતું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન પ્રમાણે ચંદ્રયાન-2 ત્રેવીસ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. ત્યારબાદ તે પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી બહાર નીકળી જશે. પ્રક્ષેપણના 30માં દિવસ તે ચંદ્રમાની કક્ષામાં પહોંચી જશે. અને ત્યારબાદ 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે. 48માં દિવસે એટલે કે, સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પર તે ઉતરવાની આશા છે. આ પહેલા આ મિશનનો પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. જે પૂર્ણરૂપથી સફળ રહ્યો હતો. આ અગાઉ તા. 12 જુલાઈએ ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાનું હતું. પરંતુ તકનીકી ખામીને લઈને તેનું પરિક્ષણ ટાળવામાં આવ્યું હતું. ચન્દ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વૈજ્ઞાનિકોએ અને અધિકારીઓએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
