કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે યેદિયુરપ્પા લેશે શપથ
Live TV
-
રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો
કર્ણાટકમાં ભાજપ નેતા યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો..અને આજે સાંજે છ વાગ્યે તેઓ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે..બીએસ યેદિયુરપ્પા ચોથી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે આજ સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કર્ણાટકમાં મંગળવારે ભારે રાજકીય ઉથલપાથલ બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. કર્ણાટક વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં ભાજપે જાદુઈ આંકડો સ્પર્શી લીધો છે જે કર્ણાટકમાં સત્તા મેળવવા માટે જરૂરી હોય છે. ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 99 વોટ મળ્યા તો ભાજપને 105 વોટ મળ્યા હતા.
