કર્ણાટકની માંડ્યા નહેરમાં બસ ખાબકી
Live TV
-
કર્ણાટકની માંડયા નહેરમાં બસ ખાબકતા 25 લોકોનાં મોત થયા છે. આ ગોઝારી દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માત વિશે માહિતી આપતા કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી ડો. જી.પરમેશ્વરે જણાવ્યું કે ,બસ ડ્રાઈવરની ભૂલના કારણે આ અકસ્માત થયો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં એક યુવક ચાલતી બસમાંથી કુદી પડ્યો હતો. જેનાથી તે એક માત્ર જીવિત બચ્યો હતો. જો કે પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માતના પગલે તે હજુ સદમામાં છે.
