'મન કી બાત'નું 50મું સંસ્કરણ, PMએ કહ્યું મન કી બાત માટે કરી રેડિયોની પસંદગી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 50મી કડીમાં કહ્યું મન કી બાતમાં લોકોની વાત છે, રાજનીતિની નહીં - મન કી બાત પાછળના પ્રેરક પરીબળોનો કર્યો ઉલ્લેખ - અલગ અલગ માધ્યમોથી મન કી બાત જનતા સુધી પહોંચાડવા માટે મીડિયાનો માન્યો આભાર. ત્રીજી ઓક્ટોબર, 2014ના રોજ શરૂ થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતની આજે સુવર્ણ જ્યંતિ છે. મન કી બાતની આજે રજૂ થયેલી 50મી કડીમાં પ્રધાનમંત્રીએ તેમની આ મન કી બાત રૂપી યાત્રા અંગે મોકળા મને વાત કરી હતી.
PM નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં 50મી વખત મન કી બાત કરી હતી. તેમાં તેમણે પોતાના વ્યક્તિગત અનુભવો શેર કર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ એક જૂના પ્રસંગને યાદ કરતા કહ્યું કે, આ 1998ની વાત છે, હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો સક્રિય કાર્યકર્તાના રૂપમાં જ્યારે હિમાચલમાં કામ કરતો હતો. મેં મહિનો હતો અને હું સાંજના સમયે ફરતો ફરતો કોઇ સ્થળે જઇ રહ્યો હતો. હિમાચલ પ્રદેશની પહાડીઓમાં સાંજના સમયે ખુબ જ ઠંડી પડે છે. હું રસ્તામાં એક ઢાબા પર ચા પીવા માટે રોકાયા હતો, જ્યારે મેં ત્યાં ચા નો ઓર્ડર કર્યો હતો ત્યારે તે ઢાબા ખુબ જ નાનો હતો, એક વ્યક્તિ ચા બનાવતો હતો, વેચતો હતો. ઉપર કપડું પણ નહોતું. તે રસ્તા પર ચા બનાવતો હતો. તે દુકાનદાર પાસે એક કાચનું વાસણ હતું, તેમાંથી તેને લાડું કાઢ્યો, અને પહેલા બોલ્યો કે, સાહબ, ચા બાદમાં, લાડૂ ખાવ, મોં મીઠું કરો.
PM નરેન્દ્ર મોદીએ તે પ્રસંગને યાદ કરતા વધુમાં કહ્યું કે, હું તેનાથી આશ્ચર્યચકિત થઇ ગયો અને મેં તેને પુછ્યું કે, શું વાત છે ભાઇ ઘરમાં કોઇ લગ્ન પ્રસંગ છે કે શું. તેને કહ્યું ના-ના સાહેબ. તમને ખબર નથી કે શું? આજે ખુબ ખુશીની વાત છે તે એવો ઉછળી રહ્યો હતો, એવા ઉમંગથી ભરેલો હતો, તેનું આ રૂપ જોઇને મેં કહ્યું, ભાઇ વાત શું છે. તેને કહ્યું- ભારતે બોમ્બ ફોડી નાખ્યો છે. મેં કહ્યું ભારતે બોમ્બ ફોડી નાખ્યો છે? હું કંઇ સમજ્યો નહીં. તેને કહ્યું- જોવો સાહબ, રેડિયો સાંભળો. તો તે વખતે રેડિયો પર તેની ચર્ચા ચાલી રહી હતી, અને ત્યારથી મારા મનમાં એક વાત ઘર કરી ગઇ કે રેડિયો જન-જન સાથે જોડાયેલું સાધન છે અને રેડિયો જ સૌથી મોટી તાકાત છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું- જ્યારે મન કી બાત શરૂ કરી હતી, ત્યારે મેં નક્કી કર્યું હતું કે, આ કાર્યક્રમમાં ન તો રાજનીતિ હોય, કે ન તો તેમાં સરકારની વાહ-વાહી હોય. મારા આ સંકલ્પને નિભાવવા માટે સૌથી મોટા પ્લેટફોર્મ પર મને પ્રેરણા મળી હતી. અમારી સંસ્કૃતિ અમર રહેશે. 130 કરોડ દેશવાસીઓની નાની નાની કહાનીઓ હંમેશાં જીવિત રહેશે. નવી પ્રેરણાઓ અને ઉત્સાહ સાથે દેશ નવી ઉંચાઇઓ પર જશે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ક્યારેક ક્યારેક મન કી બાત કાર્યક્રમની મજાક પણ ઉડે છે પરંતુ મારા મનમાં હંમેશાં 130 કરોડ દેશવાસીઓ વસેલા છે. તેમનું મન મારું મન છે. મન કી બાત સરકારી વાત નથી. આ સમાજની વાત છે. મન કી બાત મહત્વકાંક્ષી ભારતની વાત છે. તેમણે મન કી બાત કાર્યક્રમની મજાક પર વાત કરતા કહ્યું હતું કે, મારા આ કાર્યક્રમની ઘણી મજાક ઉડે છે. ઘણા લોકો મારા અવાજમાં આખે આખી મન કી બાત કાર્યક્રમને રજૂ કરે છે. આવી મિમિક્રી કરનાર લોકોના સ્ક્રીલને હું ખરેખર સાચા દિલથી બિરદાવું છું.
મન કી બાતમાં લોકોને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતનું મૂળ પ્રાણ રાજનીતિ નથી. ભારતનું મૂળ-પ્રાણ રાજશક્તિ પણ નથી. ભારતનું મૂળ પ્રાણ સમાજનીતિ છે અને સમાજ શક્તિ છે. રાજનીતિમાં બધુ થઇ જાય તે સ્વસ્થ સમાજ માટે એક સારી વ્યવસ્થા નથી. ક્યારેક ક્યારેક રાજનૈતિક ઘટનાઓ અને રાજનૈતિક લોકો એટલા હાવી થઇ જાય છે કે સમાજની અન્ય પ્રતિભાઓ અને પુરુષાર્થ દબાઇ જાય છે.
નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ PM નરેન્દ્ર મોદીએ લોકોના મુદ્દાઓને વાંચા આપે છે અને તેના પર પોતાનો અભિપ્રાય આપે છે. ઘણા મુદ્દાઓ પર તે લોકોના મનના વિચારો પણ જાણે છે. રેડિયો પર પ્રસારિત થનાર આ માસિક કાર્યક્રમની શરૂઆત ઓક્ટોબર 2014માં થઇ હતી. પોતાના પહેલા પ્રોગ્રામમાં PM નરેન્દ્ર મોદીએ ખાદી વિશે લોકોને જાગૃત કર્યા હતા અને તેને ખરીદવા માટે અપીલ કરી હતી.
