મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણામાં ચૂંટણી પ્રચાર બન્યો વેગવંતો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અલવરમાં ચૂંટણી સભા સંબોધી.
મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના અલવરમાં ચૂંટણી સભા સંબોધી હતી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ચર્ચા માટે કોઈ મુદ્દો નથી એટલે તેના નેતાઓ જાતિવાદના નામે દુષ્પ્રચાર કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનો એક જ મંત્ર છે વિકાસ. અને રાજ્યની વસુંધરા રાજે સરકાર પણ આ જ મંત્રને વરીને પ્રજાના વિકાસ માટે કટીબદ્ધ છે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના વિદિષા, જબલપુરમાં પણ સભા સંબોધશે.
