શોપિયામાં સુરક્ષાકર્મીઓને મળી મોટી સફળતા, ગોળીબારમાં 6 આતંકીઓના મોત
Live TV
-
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં છ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. તો સામ-સામા ગોળીબાળમાં એક જવાન પણ શહીદ થયા છે. ગત મોડી રાત્રીએ સુરક્ષાકર્મીઓને બટગુંડ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે સુરક્ષાકર્મીઓને વિસ્તારને કોર્ડન કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષાકર્મીઓ નજીક આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, હાલ તો, આ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પણ માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ વીધી અને તેઓ કયાં સંગઠન સાથે જોડાયેલા હતા તેની તપાસ ચાલી રહી છે.
