મધ્યપ્રદેશની 230- મિઝોરમની 40 બેઠકો માટે બુધવારે થશે મતદાન
Live TV
-
મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ અને મીઝોરમમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત..
તમામ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. પક્ષોના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના જબલપુર ખાતે જાહેર સભાને સંબોધી હતી. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના વિદિશા અને રાજસ્થાનના અલવરમાં પણ ચૂંટણી સભા સંબોધી હતી.
મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે 2 હજાર 907 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 65 હજાર 367 મતદાન કેન્દ્રોમાં મતદાન થશે. ચૂંટણી સેવા માટે પાંચ લાખ કર્મચારી તૈનાત થઈ ચૂક્યા છે.
ચૂંટણી પંચે મતદાન માટે તૈયારી પૂરી કરી દીધી છે. મિઝોરમ વિધાનસભાની 40 બેઠક માટે પણ આવતીકાલે મતદાન થશે. રાજ્યમાં 209 ઉમદેવારો મેદાનમાં છે. કોંગ્રેસ અને એમ.એન.એફ. દ્વારા તમામ બેઠક પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. ભાજપે 49 બેઠક પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
