ચૂંટણી પ્રચાર શરૂ, PM મોદીએ મિઝોરમ-મધ્યપ્રદેશમાં રેલીને સંબોધી
Live TV
-
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018 માટે પ્રચાર દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લુંગલેઈમાં રેલીને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમથી લઈને મધ્યપ્રદેશ સુધી, છત્તીસગઢથી લઈને રાજસ્થાન સુધી તેઓ આ જ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભાજપ 'સબકા સાથ, સબકા વિકાસ' ના મૂળમંત્ર પર કામ કરતા પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે એવું પણ કહ્યું કે, ‘Transformation through Transportation’ અહીંના વિકાસ માટેનો મુખ્ય એજન્ડા છે.
મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી રેલીને સંબોધતાં છત્તરપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસનો વાયરો સમગ્ર દેશમાં ફૂંકાયો છે. ભાજપા સરકાર પ્રત્યેક વ્યક્તિ માટે સંવેદનશીલ છે અને એટલે જ મધ્યપ્રદેશને ઊચું લાવી વિકાસ લાવવાનું કાર્ય પણ કરાશે.
આટલા વર્ષો સુધી કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશના વિકાસ તરફ કોઈ ધ્યાન રાખ્યું નથી. માત્ર વિનાશ વેર્યો છે. જનતાએ નક્કી કરવું પડશે કે તેમણે વીજળી, પાણી અને રસ્તા વિના રહેવું છે કે તમામ સુવિધાઓ સાથે.
