ગુરુનાનાક જયંતિ અને કારતકી પૂર્ણિમાની ઉજવણી
Live TV
-
ગઈકાલે તહેવારોનો ત્રિવેણી સંગમ છે.આજે દેવ દેવાળી ગુરુનાનાક જયંતિ અને કારતકી પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે.દેવ દેવાળી નિમિત્તિ મંદિરોમાં અન્નકૂટ યોજાયો છે.ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક જ્યંતિ સંપૂર્ણ ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાઈ રહી છે. શીખ ધર્મના સંસ્થાપક શીખોના પ્રથમ ગુરૂ ગુરૂનાનકજીના જન્મજ્યંતિના ઉપલક્ષમાં દર વર્ષે, ગુરૂનાનક જયંતી ઉજવાય છે. આ વર્ષે ગુરૂનાનકજીની 550મી જંયતી ઉજવાઈ રહી છે. દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂનાનક જંયતિની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ગુરૂનાનક દેવજીના જીવન અને શિક્ષણને યાદ કરતાં હુ શીખ સમૂહદાય સહિત તમામ નાગરિકોને આ પવિત્ર અવસરે ,શુભકામના પાઠવું છું. ગુરૂનાનકજીનું જીવન અમોને પ્રેમ અને સદભાવનાનું શિક્ષણ આપે છે. તેમણે આપણને એક ઓમ કાર સતનામ મંત્ર આપ્યો જેનો અર્થ છે કે ઈશ્વર કેવલ એક છે
