કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણી માટે આજે મતગણતરી
Live TV
-
11 સ્થળોએ હાથ ધરવામાં આવશે મતગણતરી
કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાશે.. મતોની ગણતરી 11 સ્થળોએ હાથ ધરવામાં આવશે.. રાજ્યમાં સત્તા પર ટકી રહેવા માટે ભાજપે આ 15 બેઠકો પૈકી ઓછામાં ઓછી 6 બેઠકો જીતવી જરૂરી છે. દરેક વિધાનસભા વિસ્તારમાં પાંચ મતકેન્દ્રોની વીવીપેટમાં જમા થયેલી પેપર સ્લીપ્સની પણ ગણતરી કરવામાં આવશે.. 2 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ કરી પરિણામ આવવાની સંભાવના જોવાઈ રહી છે.. મતગણતરી પુરી થતા જ બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપની ચાર મહિના જૂની સરકારનુ ભવિષ્ય નક્કી થઈ જશે.. કોંગ્રેસ અને જેડીએસમાંથી રાજીનામુ આપી ચુકેલા અને અયોગ્ય જાહેર કરાયેલા 15 ધારાસભ્યોની બેઠકો પર પેટા ચૂંટણી માટે ગુરુવારે મતદાન કરાવવામાં આવ્યુ હતુ..
