Skip to main content
Settings Settings for Dark

સ્વામી પ્રસાદ મોર્ય અને સાક્ષી મહારાજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત 

Live TV

X
  • ઉન્નાવ રેપ પીડિતાનું પાર્થિવ શરીર દિલ્હીથી ઉન્નાવ લાવવામાં આવ્યું હતું. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે પીડિતાનું મૃત્યું થયું હતું. ઉત્તરપ્રદેશની સરકારે પીડિતાના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. 

    હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું કે, પીડિતાનું શરીર 90 ટકાથી વધારે બળી ગયું હતું અને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પણ પીડિતાની સ્થિતિ નાજુક હતી. ઉત્તરપ્રદેશની સરકારે પીડિતાના પરિવારને ગુનેગારોને બખ્શવામાં નહીં આવે અને કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે 

    ઉત્તરપ્રદેશના શ્રમમંત્રી સ્વામી પ્રસાદ મોર્ય અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. સ્વામી પ્રસાદ મોર્યે જણાવ્યું હતું કે, ગુનેગારોને છોડવામાં આવશે નહીં અને આ મામલે ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply