Skip to main content
Settings Settings for Dark

સગીરા સાથે દુષ્કર્મની તપાસ 2 મહિનામાં પૂરી કરવાની કાયદામંત્રીની અપીલ 

Live TV

X
  • એક તરફ ઉન્નાવ અને હૈદરાબાદમાં બળાત્કારની ઘટના સામે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, એવામાં કાયદામંત્રીનું આ નિવેદન મહત્વનું બની રહ્યું છે. 

    કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ રોકવા માટે કેન્દ્રએ રાજ્યોમાં 1000 કરતા વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા રજુઆત કરી છે. આ મામલે તેઓ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખશે અને સગીરાઓ સાથે થતા દુષ્કર્મની તપાસ 2 મહિનામાં પુર્ણ કરવા અનુરોધ કરશે. 

    કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટનો પ્રસ્તાવ મુક્યો હતો જેમાં 160 ફાસ્ટ ટ્રેક અદાલતો પહેલેથી જ કાર્યરત છે. તેમણે જણાવ્યું કે નાના બાળકો અને બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મની તપાસ 2 મહિનાની અંદર પુર્ણ કરવામાં આવે અને આ માટે હું દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ ને પણ પત્ર લખવા જઇ રહ્યો છું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply