કર્ણાટકમાં કેજી બોપૈયાની પ્રોટેમ સ્પિકર તરીકે નિમણુંક
Live TV
-
યેદિયુરપ્પાએ આવતીકાલે ગૃહમાં વિશ્વાસ મત હાસિલ કરવાનો છે.
કર્ણાટક વિધાનસભામાં શનિવારના રોજ થનાર બહુમતી પરીક્ષણ માટે ગવર્નરે પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના ધારાસભ્ય કેજી બોપૈયાની નિમણૂક કરી છે. આની પહેલાં કૉંગ્રેસ ધારાસભ્ય આરવી દેશપાંડે અને ભાજપના ઉમેશ કટ્ટીનું નામ તેના માટે સૌથી આગળ ચાલી રહ્યું હતું. ગૃહમાં સૌથી સીનિયર ધારાસભ્યને આ પદ પર રખાય છે. બોપૈયા ત્રણ વખત ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂકયા છે. શક્તિ પરિક્ષણનું કામ ફરી પ્રોટેમ સ્પીકરની નજરમાં જ થશે. કૉંગ્રેસે બપૌયાને પ્રોટેમ સ્પીકર બનાવ્યાનો વિરોધ કર્યો છે. કૉંગ્રેસ નેત અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો ભાજપે કર્યું છે તે નિયમોની વિરોધ છે. આદર્શ રીતે સૌથી સીનિયર સભ્યને આ પદ માટે પસંદ કરાયો છે.