કર્ણાટક વિધાનસભામાં આજે શક્તિ પરીક્ષણ
Live TV
-
કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે કર્ણાટક મામલાની ફરી સુનાવણી થઈ. બંન્ને પક્ષોની દલિલ સાંભળ્યા બાદ કોર્ટે આદેશ આપ્યો કે શનિવારે કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરાવવામાં આવે.
કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે કર્ણાટક મામલાની ફરી સુનાવણી થઈ. બંન્ને પક્ષોની દલિલ સાંભળ્યા બાદ કોર્ટે આદેશ આપ્યો કે શનિવારે કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ગૃહમાં શક્તિ પરિક્ષણની વીડિયોગ્રાફી કરાવવાની માંગને ઠુકરાવી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂક કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યપાલે યેદિયુરપ્પાને પહેલા સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું અને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ભાજપ તરફથી મુકુલ રોહતગી અને કોંગ્રેસ-જેડીએસ તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી.
હવે શનિવારે કર્ણાટક વિધાનસભામાં યોજાનારા શક્તિ પરીક્ષણ પર તમામની નજર છે. ભાજપની પાસે કર્ણાટકમાં 104 સીટો છે. આ વચ્ચે રાજ્યપાલે ભાજપના ધારાસભ્ય કેજી બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે અને સવારે 11 કલાકે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે, તેઓ ગૃહમાં બહુમત સાબિત કરશે.